માર્ક 14:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને જ્યારે તે બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા, અને ખાવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી જટાંમાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી, અને એ ડબ્બી ભાંગીને તેણે તેમના માથા પર તે રેડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે જમવા બેઠા હતા તેવામાં એક સ્ત્રી આરસપાણની શીશીમાં જટામાંસીનું ખૂબ કીમતી અસલ અત્તર લઈને આવી. તેણે શીશી ભાંગીને અત્તર ઈસુના માથા પર રેડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી. તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી. આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું. તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું. Faic an caibideil |