મીખાહ 7:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓમાંનો જે સર્વોત્તમ [ગણાય] છે તે ઝાંખરા જેવો છે. જે સૌથી પ્રામાણિક [ગણાય] છે તે કાંટાની વાડ કરતાં [નઠારો] છે. તારા ચોકીદારોએ જણાવેલો દિવસ, એટલે તારી શિક્ષાનો દિવસ, આવી પહોંચ્યો છે; હવે તેઓને ગભરાટ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેઓમાં શ્રેષ્ઠ ગણાતો માણસ ઝાંખરાં જેવો અને સૌથી પ્રામાણિક મનાતો માણસ કાંટા કરતાંયે નકામો છે. સંદેશવાહકોએ જેને વિષે ચેતવણી આપી છે તે દિવસ આવી પહોંચ્યો છે અને ત્યારે ઈશ્વર લોકોને સજા કરશે. હવે તેઓ ભારે વિમાસણમાં પડી ગયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે; સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે, પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે. તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે; ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો તમે અનુભવ કરશો. Faic an caibideil |