મીખાહ 7:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ખંતથી ભૂંડું કરવા માટે તેઓના બન્ને હાથ ચપળ છે. અમલદાર તથા ન્યાયાધીશ લાંચ માગે છે. અને મોટો માણસ પોતાના મનમાંનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. એમ તેઓ ભેગા થઈને ગોટાળો વાળે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે. અમલદારો લાંચ માંગે છે, આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે. Faic an caibideil |