Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તમે રાજા ઓમરી અને તેના વંશજ આહાબના કુરિવાજો પાળ્યા છે, તમે તેમને પગલે ચાલ્યાં છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા લોકો હાંસી પાત્ર બની જશે અને સૌ કોઇ તમારું અપમાન કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 6:16
31 Iomraidhean Croise  

કેમ કે જયારે ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું.


અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે, ‘ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?’


પણ, તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, જે પ્રજાને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કાર્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને દહનીયાપર્ણની જેમ અગ્નિમાં થઈને ચલાવ્યો.


કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.


આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં સલાહસૂચનો આપતા હતા.


કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.’”


જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.


અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.


તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.


તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.


આ લોકોના આગેવાન એ તેમને અન્ય માર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે.


વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.


એટલે યરુશાલેમને તથા યહૂદિયાનાં નગરોને, તેઓના રાજાઓને તથા તેઓના અધિકારીઓને મેં તે પાયો પરિણામે આજની જેમ તેઓ ઉજ્જડ થઈને વિસ્મય, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થાય.


જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.


અને હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વેરવિખેર કરી નાખીશ. જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય અને હાંસીરૂપ તથા નિંદારૂપ થાય.


અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ, કેમ કે, પરદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.


હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.


તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.


હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.


એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.


એફ્રાઇમ કચડાઈ ગયો છે, તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,


તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.”


તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.


તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan