મીખાહ 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 અને તેઓ કહેશે, “ચાલો આપણે પ્રભુના પર્વત પર ચઢીએ અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં જઈએ. તે આપણને તેમના સાચા માર્ગોનું શિક્ષણ આપશે અને આપણે તેમના પસંદ કરેલા માર્ગમાં ચાલીશું. પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી મળે છે અને પ્રભુ પોતાના લોક સાથે યરુશાલેમમાં બોલે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 ઘણાં જુદા જુદા દેશના લોકો ત્યાં ચાલ્યાં આવશે અને કહેશે કે, “ચાલો આપણે યહોવાના પર્વત ઉપર, યાકૂબના વંશના દેવનામંદિરે જઇએ; જે આપણને તેના પોતાના જીવનમાર્ગ વિષે શીખવશે અને પછી આપણે તેના માર્ગે ચાલીશું.” કારણકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી બહાર પડશે અને યહોવાનાં વચન યરૂશાલેમ તરફથી પ્રગટ થનાર છે. Faic an caibideil |