મીખાહ 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેને લીધે તમારા ઉપર એવી રાત પડશે કે, જેમાં તમને કોઈ સંદર્શન નહિ થાય; અને તમારા ઉપર અંધકાર ઊતરશે જેથી તમે ભવિષ્ય ભાખી શકશો નહિ. પ્રબોધકોનો સૂર્ય આથમી જશે અને તમારો દિવસ અંધકારમય થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 “તેને લીધે તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમેને સંદર્શન થશે નહિ; અને તમારે માટે એવો અંધકાર થશે કે તમે જોષ જોઈ શકશો નહિ. અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે, ને દિવસ તેમને માટે અંધકારમય થ ઈ પડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 “તમારો દિવસ પૂરો થવા આવ્યો છે. તમારો સૂર્ય આથમી રહ્યો છે. તમે મારા લોકને ગેરમાર્ગે દોર્યા છે એટલે તમને હવે સંદેશવાહક તરીકે કંઈ દર્શન થશે નહિ અને તમે કોઈ ભવિષ્યકથન કરી શકશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “તમારા ઉપર રાત્રીના ઓળાં ઊતરશે; તમને કોઇ સંદર્શન નહિ થાય, તમારા ઉપર અંધારા ઊતરશે, તમે કોઇ ભવિષ્ય ભાખી શકશો નહિ, તમારો સૂર્ય આથમી જશે અને તમારો દિવસ અંધારમય થઇ જશે. Faic an caibideil |
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”