મીખાહ 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે તેઓને ધિક્કાર છે! પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે. Faic an caibideil |
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”