Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 23:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 23:37
46 Iomraidhean Croise  

તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.


તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.


હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.


હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.


કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.


તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.


મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે?


હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.


મેં તમારા લોકોને માર્યા તે વ્યર્થ છે. તેઓએ શિક્ષા ગણકારી નથી. તમારી તલવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ ગઈ છે.


તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઈ આવ્યા અને તેણે તેને મારી નંખાવ્યો અને તેના મૃતદેહને હલકા કહેવાતા લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધો.


“કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી આજદિન સુધી તે મને રોષજનક અને કોપજનક થઈ રહ્યું છે. તેથી તેઓને મારી નજર આગળથી દૂર કરું.


મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ.


પછી રાજાએ બારુખ લહિયાને તથા યર્મિયા પ્રબોધકને પકડવા માટે યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને તથા આબ્દએલના દીકરા શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાહે તેઓને સંતાડી રાખ્યા હતા.


હે યરુશાલેમ દુષ્ટતા દૂર કરીને તારું અંત:કરણ શુદ્ધ કર. એટલે તારો ઉદ્ધાર થશે. તારામાં વ્યર્થ વિચારો ક્યાં સુધી રહેશે?


તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.


માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ, રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું.


જેમ જેમ તેઓને બોલાવ્યા, તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા. તેઓએ બઆલને બલિદાનો આપ્યાં મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.


તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનો નાશ થાઓ! તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે.


“તમારા પિતૃઓ જેવા ન થશો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા કે, સૈન્યોના યહોવાહ કહે છે કે: તમારા દુષ્ટ માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા ફરો” પણ તેઓએ મારું સાંભળ્યું નહિ કે મારા કહેવા પર ધ્યાન આપ્યું નહિ.’ આ સૈન્યોના યહોવાહની ઘોષણા છે.


ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.


બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા.


તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’


તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.


તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.


પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી.


યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;


મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી નશામાં જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું.


ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો.”


Lean sinn:

Sanasan


Sanasan