Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 20:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે તેઓને કહે છે, “તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ઈસુએ જવાબ આપ્યો, તમે જરૂર મારા પ્યાલામાંથી પીશો, પણ મારી જમણી કે ડાબી બાજુએ કોણ બેસશે તે નકકી કરવાનું કામ મારું નથી. મારા ઈશ્વરપિતાએ જેમને માટે એ જગ્યા નક્કી કરેલી છે, તેમને જ તે મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 20:23
12 Iomraidhean Croise  

ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.


જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.


પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા, એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારુ તે નિયત કરેલું છે તેઓને માટે તે છે.”


તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.


જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.


પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.


તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.


હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું;


પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે.


હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.


Lean sinn:

Sanasan


Sanasan