માલાખી 1:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
8 તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
8 તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”
8 “આંધળા જાનવરની બલિ ચઢાવવામાં આવે તે ખોટું છે. જો કોઇ, લંગડા કે ખોડખાંપણવાળા કે રોગિષ્ટ જાનવરની બલિ ચઢાવવામાં આવે તો તે ખોટું છે. તમે જો એવી ભેટ કોઇ રાજકર્તાને માટે લાવો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.”
હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું.
મને બલિદાન ચઢાવતી વખતે, તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે, પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી. હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને તેઓનાં પાપની સજા કરીશ. તેઓને પાછા મિસર જવું પડશે.
દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના પહેલા દિવસે, યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆ પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
“સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.