Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચઢાવો છો. તેમ છતાં તમે પૂછો છો, ‘અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે?’ યહોવાની મેજ તિરસ્કારપાત્ર છે, એવું કહીને તમે [અપમાન કર્યું છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, ‘અમે તમને શી રીતે ષ્ટ કર્યા?’ “કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:7
14 Iomraidhean Croise  

પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.”


તેઓ મારા ઘરમાં આવશે; તેઓ મારી સેવા કરવાને મારી મેજ પાસે આવે અને તેઓને સોંપેલી મારી ફરજો બજાવે.


જે ખાદ્યાર્પણ તમે યહોવાહ પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય, કેમ કે તમારે યહોવાહના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ.


તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.


તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું.


અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.


પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ તથા અન્ન ધિક્કારપાત્ર છે એવું કહીને તમે તેમનું અપમાન કરો છો.


વળી તમે કહો છો, “આ કેવું કંટાળાજનક છે,’ તમે તેની સામે છીંક્યા છો,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ અને માંદાં પશુઓ લઈને આવો છો; અને એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?”


તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.


તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.


પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan