Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “દીકરો પોતાના પિતાનો આદર કરશે, અને ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો, હું તમારો પિતા છું તો, મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારના યાજકો, યહોવાહ તમને પૂછે છે. પણ તમે કહ્યું, ‘અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના [ઇશ્વર] યહોવા તમને પૂછે છે, ‘પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન કયાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?’ તમે પૂછો છો, ‘કઇ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 સૈન્યોનો દેવ યહોવા યાજકોને પૂછે છે, “પુત્ર પોતાના પિતાને માન આપે છે અને ગુલામ તેના ધણીથી ડરતો રહે છે. હે યાજકો, હું તમારો પિતા અને દેવ છું, છતાં તમે મને માન નથી આપતા, પણ મારા નામને ધિક્કારો છો.” અને પછી પૂછો છો, “અમે તમારા નામને ધિક્કારીએ કેવી રીતે?”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:6
52 Iomraidhean Croise  

જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.


“તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.


સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.


એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી.


જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.


હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: “મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી.


જે પિતાને કહે છે, ‘તમે શા માટે પિતા છો?’ અથવા સ્ત્રીને કહે, ‘તમે કોને જન્મ આપો છો?’ તેને અફસોસ!


કોઈ તમારા નામે વિનંતી કરતા નથી, કોઈ તમને વળગી રહેવાને પ્રયત્ન કરતા નથી; કેમ કે તમે તમારું મુખ અમારાથી સંતાડ્યું છે અને અમને અમારાં પાપોના હાથમાં સોપી દીધા છે.


અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


યહોવાહ કહે છે કે, પ્રબોધકો અને યાજકો બન્ને ભ્રષ્ટ થઈ ગયા છે. મેં તેઓની દુષ્ટતા મારા ઘરમાં પણ જોઈ છે.”


શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો.


તેઓ રડતાંકકળતાં વિનંતીઓ કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે વહેતાં ઝરણાં આગળ ચલાવીશ. કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, એફ્રાઇમ મારો જયેષ્ઠ દીકરો છે.”


રેખાબના દીકરા યોનાદાબના દીકરાઓએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથી.


તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, તેઓએ મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ પવિત્ર વસ્તુ તથા અપવિત્ર વસ્તુ વચ્ચે તફાવત રાખ્યો નથી. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા વિશ્રામવાર તરફ નજર કરતા નથી તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર થયો છું.


એફ્રાઇમ કહે છે, “ખરેખર, હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ, કે જેનાથી પાપ થાય.”


મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


“હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.


તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું.


તેના પ્રબોધકો ઉદ્ધત તથા રાજદ્રોહી માણસો છે. તેના યાજકોએ જે પવિત્ર છે તેને અપવિત્ર કર્યું છે અને નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે.


અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.


શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે અવિશ્વાસુ રહીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?


પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરવા વિષે ઠોકર ખવડાવ્યા છો. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.


“પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે.


કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’


તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.


પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”


માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.


જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.


તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.’”


કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”


પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’”


તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’”


માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.


તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી?


તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે,


અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે.”


ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો શું તમે યહોવાહને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.


ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય.


અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.


Lean sinn:

Sanasan


Sanasan