Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી તમે કહો છો, “આ કેવું કંટાળાજનક છે,’ તમે તેની સામે છીંક્યા છો,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ અને માંદાં પશુઓ લઈને આવો છો; અને એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી તમે કહો છો, “જુઓ, એ તો કેટલું બધું કંટાળો આપનારું છે.” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “તમે તેમની સામે છીંકયા છો; અને તમે જોરજુલમથી પડાવી લીધેલાં, લંગડાં તથા માંદાં [પશુ] ને લઈ આવીને તેનું બલિદાન આપો છો; એવાં અર્પણ તમે લાવો છો : શું હું તમારા હાથથી એવાંનો અંગીકાર કરું?” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અને પછી કહો છો, આ કેવું કંટાળાજનક છે! તમે અપંગ, લૂલાં કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો?” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:13
28 Iomraidhean Croise  

રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ 575 ગ્રામ ચાંદી આપીને ખળી તથા બળદોને ખરીદી લીધા.


જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?


નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?”


કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું. હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.


પણ મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવાહ, મેં મારા આત્માને અશુદ્ધ કર્યો નથી, મેં બાળપણથી તે આજ સુધી મૃત્યુ પામેલું કે પશુએ મારી નાખેલું પશુ ખાધું નથી, નાપાક માંસ મારા મુખમાં પ્રવેશ્યું નથી.


યાજકોએ મૃત્યુ પામેલું કે ફાડી નંખાયેલું પક્ષી કે પશુ ન ખાવું.


હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.


તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જાનવરે ફાડી નાખેલું પશુ ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવાહ છું.


જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય.


તેઓ કહે છે કે, ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય, અને અમે અનાજ વેચીએ? અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ? અને એફાહ નાનો રાખી, અને શેકેલ મોટો રાખીને, તેને ખોટાં ત્રાજવાં, અને કાટલાંથી છેતરપિંડી કરીએ,


“હે મારા લોકો, મેં તમને શું કર્યું છે? મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો.


“સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.


જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.


અને તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.


વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.


જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.


પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.


ત્યારે, શા માટે, મારાં જે બલિદાનો અને અર્પણો કરવાની મેં તને આજ્ઞા આપી છે તેનો તિરસ્કાર કરીને જ્યાં હું રહું છું ત્યાં મારા ઇઝરાયલ લોકોનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા પોતાના દીકરાઓનું માન વધારે કેમ રાખે છે?’


Lean sinn:

Sanasan


Sanasan