લૂકની લખેલી સુવાર્તા 8:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 જ્યારે તે સ્ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી, ’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.47 સ્ત્રીએ જોયું કે તે પકડાઈ ગઈ છે, તેથી તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને ઈસુને ચરણે નમી પડી. તે તેમને શા માટે અડકી હતી અને પોતે કેવી રીતે તરત જ સાજી થઈ ગઈ તે અંગે ત્યાં બધાની સમક્ષ તેણે ઈસુને બધું કહી દીધું. Faic an caibideilપવિત્ર બાઈબલ47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી. Faic an caibideil |