Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 પછી તેમણે પેલી સ્‍ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, “આ સ્‍ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ [ધોવા] ને માટે તેં મને પાણી આપ્યું નહિ; પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે.” પછી સ્ત્રી તરફ ફરતાં તેમણે સિમોનને કહ્યું, “તું આ સ્ત્રીને તો જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, પણ તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નથી, પણ મારા પગ તેણે પોતાના આંસુથી ધોયા છે અને પોતાના વાળથી લૂછયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 પછી ઈસુ તે સ્ત્રીતરફ વળ્યો અને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નહી. પણ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના ચોટલાથી લૂંછયા છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:44
11 Iomraidhean Croise  

હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.


તેણે કહ્યું, “મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો.” અને તેઓએ કહ્યું, “ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ.”


પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.


પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.


તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.


સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેમણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’”


ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.


સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.


પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?


તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.


તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, “જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે.”


Lean sinn:

Sanasan


Sanasan