લૂકની લખેલી સુવાર્તા 16:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, ‘દીકરા, તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો, અને લાજરસ તો ભૂંડી ચીજો [પામ્યો હતો] તે સંભાર; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે. Faic an caibideil |