લૂકની લખેલી સુવાર્તા 12:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ. Faic an caibideilપવિત્ર બાઈબલ42 પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે? Faic an caibideil |
તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ.