લેવીય 5:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ખરીદીને ચઢાવી ના શકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને જો બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં મેળવવાં એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે. તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે; કેમ કે તે તો પાપાર્થાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 “જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે, Faic an caibideil |
તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.