લેવીય 23:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ સંપૂર્ણ વિશ્રામનો અને પવિત્ર મેળાવડાનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાહનો વિશ્રામવાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 છ દિવસ કામ કરવું, પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ તથા પવિત્ર મેળાવડો છે; તમારે કંઈ પણ કામ ન કરવું. તમારાં સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબ્બાથ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 “છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 “છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે. Faic an caibideil |
જો તું વિશ્રામવારના દિવસે મુસાફરી કરતાં તારા પગોને વાળે અને તે પવિત્ર દિવસે તારી પોતાની ખુશી માટે કાર્ય કરતા રોકશે. જો તું સાબ્બાથને આનંદદાયક કહે અને યહોવાહના પવિત્ર દિવસને પવિત્ર અને આદરણીય માનશે. જો તું સાબ્બાથને દિવસે પોતાનો ધંધોરોજગાર છોડીને તથા પોતાની ખુશી નહિ શોધીને તથા તારા પોતાના જ શબ્દો નહિ બોલીને માન આપશે.