Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 “ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:24
14 Iomraidhean Croise  

તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.


અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.


તેઓએ સાતમા માસના પ્રથમ દિવસથી ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું, પરંતુ સભાસ્થાનનો પાયો હજી નંખાયો ન હતો.


સાતમા માસને પહેલે દિવસે, જેઓ સાંભળીને સમજી શકે એવાં તમામ સ્ત્રીઓ તથા પુરુષોની સમક્ષ એઝરા યાજક નિયમશાસ્ત્ર લઈ આવ્યો.


જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.


તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.


તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.


યહોવાહે મૂસાને કહ્યું,


પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું.


કેમ કે રણશિંગડું વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે.


કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.


Lean sinn:

Sanasan


Sanasan