લેવીય 23:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમે આ પ્રમાણે તમે ઈશ્વરને અર્પણો ચઢાવો નહિ ત્યાં સુધી એટલે કે તે અગાઉ તમારે નવા પાકમાંથી કશું ખાવું નહિ. તાજો પોંક, રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. તમારી વંશપરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તમે તમારા ઈશ્વરની હજૂરમાં એ અર્પણ રજૂ કરો, તે દિવસ સુધી [નવા ધાન્યની] રોટલી તથા પોંક તથા લીલાં કણસલાં તમારે ખાવાં નહિ; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ અર્પણ પ્રભુને ચડાવ્યા સિવાય તમારે નવું અનાજ કાચું, શેકેલું કે રોટલીરૂપે પકવેલું ખાવું નહિ. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ તમારે આ નિયમ તો વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે. Faic an caibideil |