Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 20:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું પોતે પણ તે માણસની વિરુદ્ધ મારું મુખ કરીશ અને તેના લોકોમાંથી તેને અલગ કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે અને મારા પવિત્ર નામને ભ્રષ્ટ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ; કારણ કે તેણે પોતાનાં સંતાનમાંથી મોલેખને અર્પીને મારા પવિત્ર નામને કલંક લગાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 જો કોઈ વ્યક્તિ મોલેખ દેવને પોતાના બાળકનો બલિ ચડાવે અને એ રીતે મારા પવિત્રસ્થાનને અને મારા નામને કલંક લગાડે તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોકમાંથી તેનો બહિષ્કાર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું પોતે તે માંણસની વિરુદ્ધ થઈશ, અને તેના લોકોમાંથી તેનો બહિષ્કાર કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને માંરા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. અને માંરા પવિત્ર નામને કલંકિત કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 20:3
16 Iomraidhean Croise  

જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”


હવે, હે ઇઝરાયલના લોકો, પ્રભુ યહોવાહ આમ કહે છે: “જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો. જો તમે મારું સાંભળવાનો ઇનકાર કરો છો તો તમે મૂર્તિઓની પૂજા કરવાનું ચાલુ રાખો, પણ તમે તમારી મૂર્તિઓથી તથા ભેટોથી મારા પવિત્ર નામને અશુદ્ધ કરશો નહિ.


એ માટે પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે કે,” તે તારી તિરસ્કારપાત્ર વસ્તુઓથી તથા ધિક્કારપાત્ર વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે, તેથી હું તને સંખ્યામાં ઓછો કરીશ, હું ખામોશી રાખીશ નહિ કે દયા બતાવીશ નહિ.


આ રીતે ઇઝરાયલના લોકોને તેઓની અશુદ્ધતાથી અલગ કરવા કે જેથી મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કર્યાથી તેઓ માર્યા જાય નહિ.


અને કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો કોઈપણ પરદેશી માણસ જો રક્ત ખાય તો હું તે માણસની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી અલગ કરીશ.


તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.


મારે નામે જૂઠ્ઠા સોગન ખાવા નહિ અને તારા ઈશ્વરના નામનો અનાદર કરવો નહિ. હું યહોવાહ છું.


જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે,


તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.


પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.


જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.’”


જે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિનો એટલે કે, મૃત્યુ પામેલા માણસનાં શરીરનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાહના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેને ઇઝરાયલમાંથી વંચિત કરાય કેમ કે તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નહોતું. તે અશુદ્ધ ગણાય; તેના પર હજી પોતાનું અશુદ્ધપણું છે.


પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.


અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’”


કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.


Lean sinn:

Sanasan


Sanasan