Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:58 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 અને જે વસ્‍ત્ર, એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધૂએ, ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય, તો તેને બીજી વાર ધોઈ નાખવું, એટલે તે શુદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

58 જો વસ્તુને ધોઈ નાખવાથી ફૂગનો ડાઘ જતો રહે તો તેને ફરીથી ધોઈ નાખવું એટલે તે વિધિગત રીતે શુદ્ધ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

58 જો વસ્ત્ર, કે તાણાવાણો કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:58
10 Iomraidhean Croise  

એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, “તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ.”


પછી નામાને જઈને ઈશ્વરભક્ત એલિશાના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં સાત વખત ડૂબકી મારી. એટલે તેનું માંસ નાના બાળકના માંસ જેવું થઈ ગયું, તે શુદ્ધ થઈ ગયો.


મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.


તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય,


છતાં જો વસ્ત્રમાં તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.


ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.”


તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે.


તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.


તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;


Lean sinn:

Sanasan


Sanasan