Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ તમે અમને છેક તજી દીધા છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 શું તમે અમને સદાકાળ માટે તજી દીધા છે? શું તમારા ક્રોધને કોઈ સીમા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે; તું અમારા પર બહુ કોપાપમાન થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:22
13 Iomraidhean Croise  

પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.


જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?


હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?


હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ.


શું તમે યહૂદિયાને સંપૂર્ણપણે તજી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા. પરંતુ શાંતિ સ્થપાઈ નહિ અને સાજા થવાના સમયની આશા રાખતા હતા પણ તેના બદલામાં ત્રાસ જ જોવા મળ્યો છે.


તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’”


તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર. કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.


તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.


અને પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.’


ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan