Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે: “જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે; માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે, “શું આ એ જ સુંદરતાની મૂર્તિ અને જગતની આનંદનગરી છે!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:15
38 Iomraidhean Croise  

તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.


અને જોકે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, ‘ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?’


હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.


જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.


મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.


તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.


સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.


એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.


તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.


અમારું પવિત્ર અને સુંદર સભાસ્થાન, જેમાં અમારા પૂર્વજો તમારી સ્તુતિ કરતા હતા, તેને બાળી નાખવામાં આવ્યું છે અને અમને જે સર્વ પ્રિય હતું તે નષ્ટ થયું છે.


તેઓના દેશના હાલ ભયંકર થશે, લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જે કોઈ તેની પાસે થઈને જશે તે તેની દશા જોઈને વિસ્મય પામી માથું ધુણાવશે.


વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.


એટલે યરુશાલેમને તથા યહૂદિયાનાં નગરોને, તેઓના રાજાઓને તથા તેઓના અધિકારીઓને મેં તે પાયો પરિણામે આજની જેમ તેઓ ઉજ્જડ થઈને વિસ્મય, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થાય.


જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.


તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’”


અને હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વેરવિખેર કરી નાખીશ. જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય અને હાંસીરૂપ તથા નિંદારૂપ થાય.


શું તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે તેઓને ચોરોમાંથી મળી આવ્યો હતો? હા, જ્યારે પણ તેં તેમના વિષે વાત કરી છે ત્યારે તેં તારી ગરદન હલાવી છે.


અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.


મારા નિસાસા સાંભળો. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશ થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો, તે દિવસ તમે તેમના પર લાવો અને તેઓ મારા જેવા થાય.


યરુશાલેમે ઘોર અપરાધ કર્યો છે; તેથી તે તિરસ્કારપાત્ર થઈ ગયું છે. જેઓ તેને માન આપતા હતા તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કારણ કે તેઓએ નગ્નતા જેવી તેની અવસ્થા નિહાળી છે. તે પોતે મુખ સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.


તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!”


જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા વિશ્રામવારને વિસ્મૃત કરાવ્યાં છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે.


સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.


તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.


પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે; તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે તે પ્યાલામાં ઘણું સમાય છે.


કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.


હું જ્યારે તારી વિરુદ્ધ ક્રોધમાં તથા આવેશમાં, સખત ધમકીથી તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે યરુશાલેમ તેની આસપાસની પ્રજાઓને નિંદારૂપ, હાંસીપાત્ર, ચેતવણી રૂપ તથા ભયરૂપ થઈ પડશે.” હું યહોવાહ આ બોલ્યો છું.


હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.


ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”


તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?


આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.


પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,


પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,


Lean sinn:

Sanasan


Sanasan