Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આને લીધે હું રડું છું. તેથી મારી આંખોમાંથી આંસુઓ વહી જાય છે. કેમ કે મને દિલાસો આપનાર તથા મારો જીવ બચાવનાર મારાથી દૂર છે. મારાં સંતાનો નિરાધાર છે, કારણ કે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 આને લીધે હું રડું છું; મારી આંખમાંથી, મારી આંખમાંથી પાણી વહ્યું જાય છે. કેમ કે મને દિલાસો આપનાર તથા મારો પ્રાણ બચાવનાર મારાથી દૂર છે. મારા પુત્રો નિરાધાર છે કેમ કે શત્રુ ફાવી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 “તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “તેથી હું રડું છું. અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે. મારા જીવનમાં જીવ લાવનાર અને આશ્વાસન આપનાર કોઇ નથી, મારા સંતાનોનો નાશ થયો છે, કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:16
23 Iomraidhean Croise  

તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.


તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. સાદે.


નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.


ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી પર જે જુલમ કરવામાં આવે છે. તે સર્વ મેં નિહાળ્યા. જુલમ સહન કરનારાઓનાં આંસુ પડતાં હતાં. પણ તેમને સાંત્વના આપનાર કોઈ નહોતું, તેઓના પર ત્રાસ કરનારાઓ શક્તિશાળી હતાં.


હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.


પણ જો હજુ તમે સાંભળશો નહિ, તો પછી તમારા અભિમાનને લીધે મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે, કારણ કે યહોવાહના ટોળાંને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.


તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે.


હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવા કોણ આવશે?


મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી.


મારા લોકની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદિવસ વિલાપ કરવા માટે, મારું માથું પાણી હોત તથા મારી આંખો આંસુનો ઝરો હોત તો કેવું સારું!


હું પર્વતોને માટે શોક અને રુદન કરીશ. અને જંગલમાં બીડોને માટે વિલાપ કરીશ. કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયા છે કે કોઈ તેમાં થઈને જતું નથી. જાનવરોનો અવાજ સંભળાતો નથી. અને આકાશના પક્ષીઓ તથા પશુઓ પણ ત્યાંથી નાસી ગયાં છે.


મરણ આપણી બારીઓમાંથી આવ્યું છે; તે આપણા મહેલોમાં પેઠું છે. કેમ કે આપણાં બાળકોનો નાશ થયો છે અને તરુણો જાહેર ચોકમાં રહ્યા નથી.


તે રાત્રે પોક મૂકીને રડે છે અને તેના ગાલ પર અશ્રુધારા વહે છે. તેના પ્રેમીઓમાંથી તેને આશ્વાસન આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો કર્યો છે. તેઓ તેના શત્રુઓ થયા છે.


તેની અશુદ્ધતા તેના વસ્ત્રોમાં છે. તેણે પોતાના ભવિષ્યનો વિચાર કર્યો નહિ. તેથી આશ્ચર્યકારક રીતે તેની અધોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવાહ, મારા દુઃખ પર દ્રષ્ટિ કરો; કેમ કે શત્રુઓ ચઢી આવ્યા છે.


રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે.


તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે.


જોકે તેઓ બાળકો ઉછેરે, તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ. જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!


Lean sinn:

Sanasan


Sanasan