યહોશુઆ 8:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 યહોવાના સેવક મૂસાએ ઇઝરાયલી લોકોને જે આજ્ઞા આપી હતી, અને મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જેમ લખેલું છે, તે પ્રમાણે તે વેદી અખંડિત પથ્થર કે, જેના પર કોઈ માણસે લોઢાનો પ્રહાર કદી કર્યો નહોતો, એવા પથ્થરની [બનાવેલી] હતી. અને તેઓએ તેના પર યહોવાને માટે દહનીયાર્પણ કર્યા, ને શાંત્યર્પણોના યજ્ઞ કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તેણે તે વેદી પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલીઓને આપેલી સૂચનાઓ પ્રમાણે એટલે, “લોઢાનાં હથિયારનો પ્રહાર કરી ઘડેલા ન હોય તેવા પથ્થરોમાંથી વેદી બનાવવી,” એવું જે મોશેના નિયમશાસ્ત્રમાં લખેલું તે પ્રમાણે બનાવી. તેના પર તેમણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ31 મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા. Faic an caibideil |