Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જ્યારે તેઓ મેંઢાનું શિંગ લાબે સાદે વગાડે, ને રણશિંગડાનો અવાજ તમે સાંભળો, ત્યારે એમ થાય કે, સર્વ લોકો મોટે સાદે હોકરો કરે. પછી નગરનો કોટ ‘તૂટી પડશે, ત્યારે લોકોમાંથી પ્રત્યેક માણસે સીધા અંદર ધસી જવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી યજ્ઞકારો લાંબે સાદે રણશિંગડાં વગાડે એટલે તે સાંભળતાંની સાથે જ સર્વ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડવો, એટલે શહેરનો કોટ તૂટી પડશે. પછી સૈન્યના બધા માણસોએ પોતે જ્યાં હોય ત્યાંથી સીધેસીધા શહેરમાં ધૂસી જવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારબાદ તેઓ લાંબા જોરદાર ધમાંકા સાથે રણશિંગુ ફૂંકશે અને તે સાંભળીને લોકો મોટા અવાજે બૂમ પાડશે, ત્યારે નગરનો દરવાજો તૂટી પડશે; અને તમાંરે બધાએ સીધા નગરમાં ધુસી જવું.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:5
17 Iomraidhean Croise  

અને પછી જ્યારે રણશિંગડાના અવાજની તીવ્રતા વધવા લાગી ત્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા લાગ્યો અને યહોવાહ ગડગડાટ જેવા અવાજથી તેને જવાબ આપતા હતા.


તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.


વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે.


તેની ચારે બાજુએથી રણનાદ કરો, તેણે શરણાગતિ સ્વીકારી છે, તેના બુરજો પડી ગયા છે. તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે. યહોવાહે લીધેલો બદલો એ છે. તેની પાસેથી બદલો લો. જેવું તેણે બીજાઓને કર્યું હતું તેવું જ તેને કરો!


વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ સુધી પ્રદક્ષિણા કર્યાં પછી તે પડી ગયો.


સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, “મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે.


તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.


સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.


પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, “કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે.


ત્યારે સંતાઈ રહેલાઓ બહાર નીકળીને એકાએક ગિબયા પર ધસી આવ્યા, અને તેઓએ તલવાર ચલાવીને તમામ નગરવાસીઓનો સંહાર કર્યો.


દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુદ્ધને સારું લલકાર આપી રહ્યું હતું.


પછી ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને એક્રોનના દરવાજા સુધી અને ખીણ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગ ઉપર ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડયા.


જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan