યહોશુઆ 6:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી તે વખતે યહોશુઆએ તેઓને સમ આપીને કહ્યું કે, “જે કોઈ ઊઠીને ફરીથી યરીખો નગર બાંધે તે યહોવાહની નજર આગળ શાપિત થાય. તેના જયેષ્ઠ પુત્રના જીવનના બદલામાં તે પાયો નાખશે અને તેના સૌથી નાના પુત્રના જીવના બદલામાં તેના દરવાજા સ્થિર કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.” Faic an caibideilપવિત્ર બાઈબલ26 તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે: “જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ. જે કોઈ શહેરનો પાયો નાખશે તે એનો વડો પુત્ર ગુમાંવશે. અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.” Faic an caibideil |