યહોશુઆ 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એમ થયું કે અંધારું થયું ત્યારે આશરે દરવાજો બંધ કરાતી વેળાએ તે માણસો બહાર નીકળ્યા. અને તેઓ ક્યાં ગયા તે હું જાણતી નથી. વહેલા વહેલા તેઓની પાછળ જાઓ; કેમ કે તમે તેઓને પકડી પાડશો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 નગરનો દરવાજો બંધ થઈ જાય તે પહેલાં સૂર્યાસ્તના સમયે તે જતા રહ્યા. તે ક્યાં ગયા તે હું જાણતી નથી, પણ જો તમે જલદીથી પીછો કરો, તો તમે તેમને પકડી પાડશો.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.” Faic an caibideil |