યહોશુઆ 19:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયલ લોકોનાં કુળોના પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોએ શીલોહ તરફ મુલાકાતમંડપને પ્રવેશદ્વારે, યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વારસો વહેંચી આપ્યો તે આ છે. આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 એલાઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશુઆએ ને ઇઝરાયલી લોકોનાં કુળોના પિતૃઓનાં [ઘરો] ના વડીલોએ શીલો મધ્યે મુલાકાતમંડપને બારણે, યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વતનો વહેંચી આપ્યાં તે એ જ છે. એમ તેઓએ દેશ વહેંચવાનુમ કામ સમાપ્ત કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી. Faic an caibideilપવિત્ર બાઈબલ51 યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલી કુટુંબોના આગેવાનો શીલોહે મળ્યા. અને યહોવાની સામે મુલાકાત મંડપાના પ્રવેશ દ્વાર આગળ ભેગા થયા. અને તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે પ્રમાંણે તેમને જમીન ફાળવી અને આ રીતે તેઓએ લોકો વચ્ચે જમીનની ફાળવણી પૂરી કરી. Faic an caibideil |