યહોશુઆ 19:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તલવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને દાનપુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નીકળી; કેમ કે દાનપુત્રોએ લેશેમની સામે યુદ્ધ કરવા ચઢાઈ કરી, ને તે જીતી લીધું, ને તરવારથી તેને માર્યું, તે તેને વતન કરી લઈને તેમાં વસ્યા, ને પોતાના પિતા દાનના નામ ઉપરથી લેશેમનું નામ દાન પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.47 દાનના કુળના વંશજો તેમનો પ્રદેશ ગુમાવી બેઠા ત્યારે તેમણે લાઈશ જઈને તેના પર હુમલો કર્યો. તેમણે તે નગરને કબજે કરી ત્યાંના લોકોને મારી નાખ્યા અને તે નગરને પોતાનું વતન કરી લઈ તેમાં વસ્યા. પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તે નગરનું નામ દાન પાડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ47 જ્યારે દાનના લોકો પોતાનો પ્રદેશ ખોઈ બેઠા ત્યારે તેમણે લેશેમ જઈને તેના ઉપર હુમલો કર્યો. અને તેને જીતી લીધું અને ત્યાંના લોકોને મોતને ઘાટ ઉતાર્યા; ત્યારબાદ તેમણે તેનો કબજો મેળવીને ત્યાં વસવાટ કર્યો. તેમણે તેનું નામ લેશેમ બદલીને પોતાના દાન કુળસમૂહના નામ પરથી “દાન” રાખ્યુ. Faic an caibideil |