Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે સરહદ બેથ-હોગ્લાના ઉત્તરી ઢાળ પરથી પસાર થઈ. તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તરી ખાડી તરફ, યર્દનની દક્ષિણે આવેલો છે. આ દક્ષિણની સરહદ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ઉત્તરમાં આગળ વધીને તે સીમા બેથ-હોગ્લાની બાજુએ ગઈ; અને તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તર ખાડી આગળ, એટલે યર્દનને દક્ષિણ છેડે આવ્યો:એ તેની દક્ષિણ સીમા હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 અને બેથ-હોગ્લાની હારમાળાની ઉત્તરે પસાર થઈ અને મૃત સમુદ્રની ઉત્તરની ખાડી, જ્યાં યર્દનનું મુખ આવેલું છે ત્યાં પૂરી થઈ. એ તો દક્ષિણ તરફની સરહદ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ત્યાંથી તે બેથ-હોગ્લાહના ઉત્તરીય ઢોળાવથી થઈ અને યર્દન દક્ષિણ છેડે મૃત સમુદ્રની ઉત્તરની ખાડી આગળ સરહદ પૂરી થાય છે. આ હતી દક્ષિણની સરહદો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:19
10 Iomraidhean Croise  

એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.


તેમણે તે નગરનો, સર્વ નીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથા ભૂમિ પર ઊગેલી વનસ્પતિ નાશ કર્યો.


યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.


તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.


અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.


સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.


તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.


તે સરહદ બેથ અરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે અરાબા સુધી ગઈ.


પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan