યૂના 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે ખલાસીઓ બીધા, ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો, પણ યૂના વહાણના સૌથી અંદરના ભાગમાં ઊતરી જઈને સૂઈ ગયો હતો, ને ભરનિદ્રામાં પડ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 બધા ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હલકું કરવા માટે તેમણે તેમાંનો માલસામાન દરિયામાં ફેંકી દીધો. તે દરમ્યાન યોના તો વહાણના સૌથી નીચેના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 ત્યારે ખલાસીઓ બહું ગભરાઇ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. તેઓએ વહાણને હલકું કરવા તેમાંનો માલસામાન દરિયામાં ફેકી દીધો. પણ યૂના વહાણમાં ચાલ્યો ગયો હતો અને નીચે સૂતો પડ્યો હતો. Faic an caibideil |