યૂના 1:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, “હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એથી તેઓએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા અમારા પર એવી કૃપા કરો કે, આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય, ને અમારે શિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂક્શો નહિ; કેમ કે, હે યહોવા જેમ તમને સારું લાગ્યું તેમ તમે કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેથી તેમણે પ્રભુને પોકાર કર્યો: “હે પ્રભુ, અમે તમને વિનવીએ છીએ કે આ માણસના મોતને લીધે અમારો નાશ કરતા નહિ, નિર્દોષની હત્યા કરવા સંબંધી તમે અમને દોષિત ગણશો નહિ. કારણ, તમે જ તમારી ઇચ્છા પ્રમાણે આ બધું કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.” Faic an caibideil |