યોએલ 2:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે, અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે. તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે, અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે. તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે; અને તેમની પાછળ ભડકા બળે છે. તેમની આગળ ભૂમિ એદન બાગ જેવી હોય છે, ને તેમની પાછળ તે ઉજ્જડ રણ જેવી થાય છે. હા, તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેઓ અગ્નિની જેમ છોડવાઓ ભરખી જાય છે. તેમની આગળ જુઓ તો દેશ એદનવાડી જેવો લાગે; પણ તેમની પાછળ તે વેરાન રણ બની જાય છે. એમનાથી કશું બાકી રહી જતું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે. તેમની પાછળ જવાળાઓ લપકારા મારે છે. તેમની સમક્ષની ભૂમિ આદમના બગીચા જેવી છે. પરંતુ તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી છે. હા, કશું જ રહેતું નથી. Faic an caibideil |