યોએલ 2:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ. અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં, અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ. તેની દુર્ગંધ ફેલાશે, અને તેની બદબો ઊંચી ચઢશે. હું મોટા કાર્યો કરીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ હું ઉત્તરના સૈન્ય ને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ, ને હું તેને ઉજ્જડ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ, એટલે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ, ને તેના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ [કાઢી મૂકીશ] ; તેની દુર્ગધ ઊડશે, ને તેની બદબો ઊંચી ચઢશે, કેમ કે તેણે મોટા કાર્યો કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 ઉત્તરમાંથી આવેલ તીડના સૈન્યને હું દૂર કરીશ; એમાંના કેટલાકને હું રણમાં નસાડી મૂકીશ. તેમની આગલી હારોનાં તીડ મૃત સમુદ્રમાં અને પાછલી હારોનાં તીડ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી જશે. તેમના મૃતદેહો ગંધાઈ ઊઠશે. તેમણે તમને કરેલા નુક્સાનને લીધે હું તેમનો નાશ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 પણ હું આ સૈન્યોને ઉત્તરમાંથી ખસેડી અને તેઓને દૂર દેશમાં મોકલી દઇશ. હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં પાછા મોકલી દઇશ. તેઓમાંના અડધાને મૃત સરોવરમાં અને બાકીનાને ભૂમધ્ય સમુદ્રમાં ધકેલીશ. પછી તેઓ દુર્ગંધીત થશે અને તેમની ગંધ ઉચે ચઢશે કારણકે તેણે શકિતશાળી કાર્યો કર્યાં છે.” Faic an caibideil |