Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અંધકાર અને વિષાદનો દિવસ, વાદળ અને અંધકારનો દિવસ. તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે. એવું પહેલાં કદી બન્યું નથી કે, હવે પછી ઘણી પેઢીઓ સુધી, બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અંધકાર અને વિષાદનો તે દિવસ છે. વાદળો અને અંધકારનો દિવસ. પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે. એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે, મોટી તથા બળવાન પ્રજા આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:2
34 Iomraidhean Croise  

તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”


વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.


સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ.


તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે.” પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.


“પરંતુ તેમ છતાં લોકો તો દૂર જ ઊભા રહ્યા અને મૂસા ઘનઘોર વાદળ નજીક જ્યાં યહોવાહ હતા ત્યાં ગયો.”


તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.


તેઓ પૃથ્વી પર નજર કરશે અને વિપત્તિ, અંધકાર અને વેદનાની ગ્લાનિ જોશે. તેઓને ઘોર અંધકારમાં હાંકી કાઢવામાં આવશે.


અંધારું થાય તે પહેલાં, અને તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય તે અગાઉ, તમે જે પ્રકાશની આશા રાખો છો પણ તે જગ્યાને ગાઢ અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં તમારા ઈશ્વર યહોવાહને સન્માન આપો.


ઘણા દિવસો વીત્યા પછી, યહોવાહે મને કહ્યું, “ઊઠ અને ફ્રાત નદીએ જા. અને મેં તને જે કમરબંધ સંતાડવા આજ્ઞા આપી હતી તે ત્યાંથી લઈ આવ.”


રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુ:ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું?


હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.


જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.


તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.


“તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાએલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે.


અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.


એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે. તે મારા દેશ પર ચઢી આવી છે. એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે, તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.


“તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ, મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ.


યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.


પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.


હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો, તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે? શું તમે મારા પર વેર વાળશો? જો તમે મારા પર વેર વાળશો તો, બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.


માટે જો, જે પર્વતોને બનાવનાર છે તે જ વાયુનો સર્જનહાર છે. તે મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર, પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર, અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.”


પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.


તે દિવસે એવું થશે કે ત્યાં અજવાળું ઠંડી કે હિમ હશે નહિ.


કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.


કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ.


ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો. તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે. તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.


વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની


તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે.


તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan