યોએલ 1:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો. હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો. કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હે યાજકો, તમારી કમરે [ટાટ] વીંટીને વિલાપ કરો. હે વેદીના સેવકો, તમે પોક મૂકો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો, કેમ કે ખાદ્યાર્પણો તથા પેયાર્પણો તમારા ઈશ્વરનાં મંદિરમાં આવતાં બંધ થઈ ગયાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 હે યાજકો! શોકના વસ્ત્રો ધારણ કરીને શોક કરો. હે વેદીના સેવકો, આક્રંદ કરો. હે મારા દેવના સેવકો, શોકના વસ્ત્રોમાં આખી રાત ગાળો. તમારા દેવના ઘરમાં કોઇ ખાદ્યાર્પણ કે પેયાર્પણ નથી. Faic an caibideil |