Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 6:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે. એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોપ થઈ જતા વહેળા કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા. હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ; તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 6:15
20 Iomraidhean Croise  

તું તારું દુ:ખ ભૂલી જશે; અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે.


પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.


જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે


તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.


મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.


જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.


મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.


સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.


કેમ કે તારા પોતાના ભાઈઓ અને તારા પિતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલાં મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.


મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી? તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું?


તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે. તેઓ તને શોધતા નથી. કેમ કે મેં તને શત્રુની જેમ ઘાયલ કર્યો છે. હા, નિર્દય માણસની જેમ મેં તને ઈજા પહોંચાડી છે. કેમ કે તારાં પાપ ઘણાં થવાને લીધે અને તારા અપરાધ વધી ગયા છે.


યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓને બાબિલના રાજાના સરદારો પાસે પકડીને લઈ જવામાં આવશે. તેઓ કહેશે કે, તારા મિત્રોએ તને છેતર્યો છે; તેઓ તારા પર ફાવી ગયા છે. તમારા પગ કાદવમાં ફસાઈ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.


હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”


જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;


Lean sinn:

Sanasan


Sanasan