Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 5:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તે તને દુકાળમાં મોતથી, અને યુદ્ધમાં તરવારના ઝટકાથી છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 દુકાળમાં તે તને મૃત્યુથી બચાવશે, અને યુદ્ધ સમયે તલવારના ઝાટકાથી ઉગારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 5:20
15 Iomraidhean Croise  

પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે.


કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.


યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.


તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.


જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.


જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.


જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.


તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.


યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.


તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.


ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા કરી કે, યર્મિયાને ચોકીમાં રહે. અને નગરમાંની સર્વ રોટલી પૂરી થઈ રહી ત્યાં સુધી ભઠ્ઠીયારાઓના મહોલ્લાઓમાંથી તેને રોજ રોટલીનો એક ટુકડો આપવામાં આવતો હતો. આમ યમિર્યા ચોકીમાં રહ્યો.


કેમ કે હું તને નિશ્ચે બચાવીશ, તું તલવારથી મરશે નહિ, તારો જીવ તારી પોતાની લૂંટ થશે, કેમ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો છે.” એમ યહોવાહ કહે છે.


શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ? હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે.


જોકે અંજીરીને ફૂલતી કળીઓ ન ફૂટે, દ્રાક્ષવેલાને દ્રાક્ષા ન આવે; જૈતૂન વૃક્ષ પર ફળ ન થાય, ખેતરોમાં અન્ન ન પાકે; વાડામાંથી ટોળું નાશ પામે; અને ત્યાં કોઈ પણ જાનવર ન રહે,


યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.


Lean sinn:

Sanasan


Sanasan