Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 37:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે, અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી પોતાની પૃથ્વીને માટે, ગમે તો શિક્ષાને માટે ગમે તો દયાને માટે, તે તેને મોકલતા હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 37:13
14 Iomraidhean Croise  

ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.


અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.


એલિયાએ આહાબને કહ્યું, “ઊઠ, ખા તથા પી, કારણ, મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે.”


અને થોડી વારમાં એમ થયું કે આકાશ વાદળથી તથા પવનથી અંધારાયું અને ધોધમાર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ ગયો.


આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.


આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે, અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.


હે અયૂબ, આ વાત પર લક્ષ આપ; જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.


તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ તે જ રીતે વરસાદને વરસવાનું, અને ‘પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’


તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.


હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.


Lean sinn:

Sanasan


Sanasan