Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 36:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જુઓ, ઈશ્વર તેમનાં સામર્થ્ય દ્વારા મહિમાવાન થાય છે; તેમના જેવો ગુરુ કોઈ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જો, ઈશ્વર પોતાના સામર્થ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે; તેમના જેવો‍શિક્ષક કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 ઈશ્વરનું સામર્થ્ય કેવું અપાર છે! તેમના જેવો શિક્ષક બીજો કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે. એના જેવો ગુરુ છે કોણ?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 36:22
21 Iomraidhean Croise  

શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.


“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.


જો, હું તને જવાબ આપીશ કે: ઈશ્વર માણસ કરતાં મહાન છે માટે તારે તે કહેવું યોગ્ય નથી.


જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં, અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?’


તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.


તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.


પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.


જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.


હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.


યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,


તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.


અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે.


“જુઓ, યહોવાહ કહે છે, એવો સમય આવી રહ્યો છે કે તે સમયમાં આ નગર હનાનએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.


તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તમે ખેતરનાં જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પર ઈશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે તે જાણ થતાં સુધી સાત વર્ષ પસાર થશે.


તને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તારે ખેતરનાં પશુઓ સાથે રહેવું પડશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. સાત વર્ષ પસાર થતાં સુધી તું સમજશે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય ઉપર રાજ કરે છે અને જેને ચાહે તેને તે આપે છે.”


હે રાજા, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સાર રાજાને રાજ્યો, મહત્તા, પ્રતાપ તથા ગૌરવ આપ્યાં હતાં.


તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.


પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.


દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે;


Lean sinn:

Sanasan


Sanasan