Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 36:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ; અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 સાવધ રહે; રખેને ક્રોધ તને આડે માર્ગે દોરીને તને મજાક કરવાને લલચાવે, અને તારાં દુ:ખો ભારે હોવાથી તું આડે માર્ગે વળી જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 જોજે, સમૃદ્ધિ તને ફોસલાવીને ભટકાવી ન દે, અને લાંચ તને લલચાવીને ભ્રષ્ટ બનાવી ન દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ, લાંચ તમારું મન બદલાવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 36:18
17 Iomraidhean Croise  

અને તે દૂત તેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે, ‘આ માણસને કબરમાં જતાં અટકાવો; કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,’


શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે, અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?


પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.


તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.


પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,


હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.


જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.


“હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.


ઈશ્વરે કહ્યું, “ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?”


ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?”


પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?


કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.


તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.


તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.


જેમણે સઘળાંનું મુક્તિમૂલ્ય ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી.


તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી.


Lean sinn:

Sanasan


Sanasan