Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 34:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે? પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે? તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી. જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો કોઇ તેને શોધી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 34:29
26 Iomraidhean Croise  

ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો.


જે દિવસોથી ઇઝરાયલના મારા લોકો ઉપર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા આપી ત્યારથી તેઓ અગાઉની માફક કરતા હતા. પણ હવે હું તને તારા સર્વ શત્રુઓથી સલામત રાખીશ. વળી, હું, ઈશ્વર, તને કહું છું કે હું તારે સારું ઘર બાંધીશ.


તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.


ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી.


પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.


આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે; તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે.


કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ, એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ.


હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?


હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!


હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.


જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.


દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.


યહોવાહે જવાબ આપ્યો, “મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ.”


તમારામાં જે દૃઢ મનવાળા છે તેઓને, તમે સંપૂર્ણ શાંતિમાં રાખો, કેમ કે તે તમારા પર ભરોસો કરે છે.


ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.


વળી જે પ્રજા અને રાજ્ય તેની એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે નહિ. અને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે. તે પ્રજાને હું તેને હાથે નષ્ટ કરું ત્યાં સુધી તલવાર, દુકાળ અને મરકી મોકલીને તેને હું શિક્ષા કરીશ.’ એવું યહોવાહ કહે છે. જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઈ જાય.


હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.


હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં.


ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.


Lean sinn:

Sanasan


Sanasan