અયૂબ 31:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય, અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જો મારું પગલું રસ્તાથી આડુંઅવળું વળ્યું હોય, અને મારું હ્રદય મારી આંખોની પાછળ ચાલ્યું હોય, અને જો મારા હાથને કંઈ કલંક વળગ્યું હોય, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 જો હું સન્માર્ગથી ભટકી ગયો હોઉં, અને મારું મન મારી આંખો પછવાડે રખડી ગયું હોય, જો મારા હાથ કલંક્તિ થયા હોય, Faic an caibideilપવિત્ર બાઈબલ7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, મારી આંખોએ મારા હૃદયને અનિષ્ટ કરવા દીધું હોય અથવા તો જો મેં બીજા કોઇની નાની વસ્તુ પણ આંચકી લીધી હોય, તો દેવને જાણ થઇ જશે. Faic an caibideil |
પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.