Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 31:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તો મને ત્રાજવાનાં માપથી માપવામાં આવે કે જેથી ઈશ્વર જાણે કે હું નિર્દોષ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 (તો અદલ ત્રાજવામાં મને તોળવો જોઈએ કે, ઈશ્વર મારું પ્રામાણિકપણું જાણે;)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તો અદલ ત્રાજવામાં હું ભલે તોળાઉં, અને ઈશ્વર મારી નિષ્ઠા ચક્સી જુએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જો દેવ ચોક્કસ માપનું ત્રાજવું ઊપયોગમાં લે તો તેને જાણ થશે કે હું નિર્દોષ છું.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 31:6
19 Iomraidhean Croise  

પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો.


“અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!


કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું.


કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.


હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.


પ્રામાણિક ત્રાજવાં યહોવાહનાં છે; કોથળીની અંદરના સર્વ વજનિયાં તેમનું કામ છે.


માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.


ન્યાયીનો માર્ગ સીધો છે, તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છો.


‘તકેલ’ એટલે તમને ત્રાજવામાં તોળવામાં આવ્યા છે, તમે ઓછા મૂલ્યના માલૂમ પડ્યા છો.


ખોટા ત્રાજવાં તથા કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?


ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”


પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’


“પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! એ જાણે છે. અને ઇઝરાયલ પોતે પણ જાણશે કે યહોવાહની વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહિ,


અતિ ગર્વથી બડાઈ કરશો નહિ; તમારા મુખમાંથી ઘમંડ નીકળે નહિ. કેમ કે પ્રભુ તો ડહાપણના ઈશ્વર છે; તેમનાંથી કાર્યોની તુલના કરાય છે.


Lean sinn:

Sanasan


Sanasan