Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 31:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કારણ કે તે ભયંકર અપરાધ કહેવાય; ખરેખર, તે અપરાધ તો ન્યાયાધીશો દ્વારા અસહ્ય શિક્ષાને પાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે એ તો અઘોર કુકર્મ કહેવાય; હા, એ અન્યાય તો ન્યાયાધીશોને હાથે શિક્ષાપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 કારણ, પરસ્ત્રીગમન એ તો અઘોર લંપટતા ગણાય અને ન્યાયચુકાદા દ્વારા સજા કરવા યોગ્ય દુષ્ટતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કારણકે જાતીય પાપ એ શરમજનક પાપ છે. એ તો ભયંકર શિક્ષાને પાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 31:11
10 Iomraidhean Croise  

પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, “આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે.”


અબીમેલેખે કહ્યું, “તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત.”


પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.”


આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?”


તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે, જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય.


તમારે વ્યભિચાર કરવો નહિ.


ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.


જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તેઓ બન્નેને નિશ્ચે મૃત્યુદંડ આપવો.


Lean sinn:

Sanasan


Sanasan