Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 28:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે પૃથ્વીના છેડા સુધી તેમની દષ્ટિ પહોંચે છે, અને આકાશ નીચે તે સર્વત્ર જુએ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 કારણ, ઈશ્વર ધરતીના છેડા સુધી જોઈ શકે છે, અને આકાશ તળે સઘળાંને નિહાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે, આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 28:24
15 Iomraidhean Croise  

કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને જેઓનું અંત:કરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેં તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવાં પડશે.”


શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?


કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે; જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી?


શું ઈશ્વર મારું વર્તન જોતા નથી અને મારાં બધાં પગલાં ગણતા નથી?


આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.


માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે.


તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે.


તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી.


યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.


આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?


તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ


યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.


નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”


રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan