Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 27:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જો તેનાં સંતાનની વૃદ્ધિ થાય, તો તે તરવારથી [કતલ થવાને] માટે છે; અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 દુર્જનોની સંતતિ વધે તો પણ તે તલવારથી માર્યા જશે, અને તેમનાં સંતાનોને પેટભર ભોજન પણ મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 27:14
16 Iomraidhean Croise  

તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધાં આગેવાનોથી ઊંચી પદવી આપી હામાને કહી સંભળાવ્યું.


તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ; તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે.


તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.


તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.


વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે. અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.


તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.


તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.


કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’”


તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.


તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.


જેઓ તૃપ્ત હતા તેઓ રોટલી સારુ મજૂરી કરે છે; જેઓ ભૂખ્યા હતા તેઓ હવે એશ આરામ કરે છે. નિઃસંતાન સ્ત્રીએ સાત બાળકોને જન્મ આપ્યો છે, પણ સ્ત્રીને ઘણાં બાળકો છે તે તડપે છે.


Lean sinn:

Sanasan


Sanasan